એક માણસ મ્યુનિસિપાલિટીમાંથી આવતું પાણી વાપરે છે. પાણીની અછતને કારણે તે જમીન નીચે સંગ્રહ કરેલું પાણી વાપરે છે. તેને વિરેચક અસર વર્તાય છે. તો તેનાં કારણો શું હોઈ શકે ?
એક ખેડૂત તેના ખેતરમાં જંતુનાશકોનો ઉપયોગ કરી રહ્યો છે. તે તેના ખેતરનો ઉપયોગ માછલીઓના પોષણ માટે જરૂરી ખોરાકના ઉત્પાદનમાં કરે છે. તેને કહેવામાં આવ્યું છે કે માછલીઓ માનવ વપરાશ માટે યોગ્ય નથી કારણ કે માછલીઓના કોષોમાં મોટી માત્રામાં જંતુનાશકો મળી આવ્યા છે. આ કેવી રીતે શક્ય બને ? સમજાવો.
એસિડ વર્ષાની અસરો જણાવો.
નાઇટ્રોજન ઓક્સાઇડ કેવી રીતે બને છે ? અને તેનું વધુ પ્રમાણ કેવી રીતે હાનિકારક છે. જણાવો.
ઓઝોન-સ્તરમાં ગાબડું એટલે શું ? તેના પરિણામો શું છે ?